For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

76 વર્ષીય આ મહિલાનું ટ્રાન્સફોર્મેશન જોઇને તમારી પણ આખો પહોળી થઈ જશે, જુઓ કેવી રીતે થયું...

04:00 PM May 18, 2022 IST | Mansi Patel
76 વર્ષીય આ મહિલાનું ટ્રાન્સફોર્મેશન જોઇને તમારી પણ આખો પહોળી થઈ જશે  જુઓ કેવી રીતે થયું

કેટલાક લોકો ફિટનેસ(Fitness) પ્રત્યે એટલા ઝનૂની હોય છે કે તેઓ ઉંમરને ધ્યાનમાં લીધા વિના હંમેશા આદતો જાળવી રાખતા હોય છે. કેનેડા (Canada)ની 76 વર્ષની મહિલાએ આવું જ પરિવર્તન કરીને બધાને ચોંકાવી દીધા છે. વૃદ્ધ મહિલા હવે મોડલિંગ(Modeling) કરે છે અને તેણે પોતાની 5 વર્ષની સફર લોકો સાથે શેર કરી છે. તસવીરો જોયા બાદ લોકો મહિલાના વખાણ કરતા થાકતા નથી. જોન મેકડોનાલ્ડ(MacDonald) નામની આ મહિલાના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર 1.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. લોકો તેના વર્કઆઉટ(Workout) વીડિયોના દિવાના છે.

Advertisement

Advertisement

તાજેતરમાં, જ્હોને બિકીનીમાં પોતાનો એક ફોટો શેર કરવા બદલ ટ્રોલ થઈ હતી. પોતાની એક પોસ્ટમાં તેણે પોતાની ફિટનેસ જર્નીનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું, ‘5 વર્ષ પહેલા ફિટનેસ વિશે મારા જે વિચારો હતા તે હવે બદલાઈ ગયા છે. હવે હું વસ્તુઓની જરૂરિયાત પહેલા કરતાં વધુ સમજવા લાગી છું. હવે હું આ જીવનશૈલી સાથે પૂરા આત્મવિશ્વાસ સાથે જીવી શકું છું.

Advertisement

લોકોને તેની ફિટનેસ જર્નીથી પ્રેરિત કરવા માટે, જ્હોને તેની પોતાની YouTube ચેનલ પણ શરૂ કરી છે જેના 79,900 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. જ્હોન અવારનવાર તેના ફિગરને ફ્લોન્ટ કરતી વખતે સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરે છે.

Advertisement

તેના ફોટો પર ફેન્સની ઘણી કોમેન્ટ આવી રહી છે. એકે લખ્યું, ‘તમારો ફોટો જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. તમારી સુંદર વાર્તા હંમેશા લોકોને પ્રેરણા આપે છે. વૃદ્ધત્વની અસર આપણે ધારીએ છીએ એટલી નથી. બીજાએ લખ્યું, ‘તમે અદ્ભુત છો, તમારું વલણ પણ અદ્ભુત છે. તમે લોકોના જીવનમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો.

આ સફર આસાન ન હતી:
લોકો સાથે પોતાની સ્ટોરી શેર કરતા જ્હોને કહ્યું, ‘મારી તબિયત ઘણીવાર ખરાબ રહેતી હતી. મને હાઈ બ્લડ પ્રેશર અને એસિડ રિફ્લક્સની સમસ્યા હતી. મારા ઘૂંટણ ફૂલી જતા હતા અને મારા સંધિવાનો દુખાવો ભયંકર હતો. મને પણ સીડીઓ ઉપર ચઢવામાં અને નીચે ઉતરવામાં ઘણી તકલીફ પડતી હતી. હું ખૂબ જ હતાશ થઈ જતી હતી અને મારે બદલાવની જરૂર હતી.

જ્હોને લખ્યું, ‘મારી પુત્રી મિશેલે મને આ બધી બાબતોમાંથી બહાર કાઢવામાં ઘણી મદદ કરી. મારે એક વિકલ્પ પસંદ કરવાનો હતો. તેણે મને કહ્યું કે જો હું આ સ્થિતિમાં રહીશ તો સ્થિતિ વધુ ખરાબ થશે અને મને વધુ દવાઓની જરૂર પડી શકે છે. હું ઓનલાઈન ફિટનેસ કોર્સમાં જોડાઈ અને મારી આદતો બદલવાનું શરૂ કર્યું. મેં મારી દીકરીની મદદથી ઘણી નવી વસ્તુઓ શીખી. મેં 71 વર્ષની ઉંમરે પહેલીવાર iPhone ઓપરેટ કરવાનું શીખ્યું. મેં જીમની મેમ્બરશિપ પણ લીધી.

જ્હોને આગળ કહ્યું, ‘મારા માટે આ ઉંમરે આ બધું કરવું ખરેખર મુશ્કેલ હતું. એવા દિવસો હતા જ્યારે હું રડતી હતી, પણ મેં ક્યારેય હિંમત હારી નથી. મેં હંમેશા આ વાત મારા હૃદયમાં રાખી હતી કે ભલે મારો આ બદલાવ ધીમો થાય પણ મને કોઈ વાંધો નથી. આખરે સમય જતાં મારી મહેનત રંગ લાવી અને આજે હું આ તબક્કે ઉભી છું. જીમમાં મારો આત્મવિશ્વાસ પણ હવે ઘણો વધી ગયો છે.

જ્હોને કહ્યું, ‘જો તમે પણ બદલાવ શોધી રહ્યા છો, તો હું કહી શકું છું કે તે સરળ મુસાફરી નથી, પરંતુ તમે તેને યોગ્ય બનાવી શકો છો. હું આશા રાખું છું કે મારી કહાની તમને વિશ્વાસ અપાવશે કે તમે પણ તમારું જીવન કોઈપણ સમયે બદલી શકો છો. જો હું કરી શકું તો તું કેમ નહિ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement