For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રાયસેનમાં લગ્ન સમારોહમાં બેકાબૂ ટ્રકે 6 લોકોને કચડ્યા, 10 ઘાયલ- જાણો વિગતે

12:28 PM Mar 12, 2024 IST | V D
રાયસેનમાં લગ્ન સમારોહમાં બેકાબૂ ટ્રકે 6 લોકોને કચડ્યા  10 ઘાયલ  જાણો વિગતે

Madhya Pradesh Accident: મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશન(Madhya Pradesh Accident) વિસ્તાર હેઠળ નેશનલ હાઈવે 45 પર ગામ ઘાટ ખમરિયામાં એક પુરપાટ ઝડપે આવતા ડમ્પર લગ્ન સમારોહમાં ઘુસી ગયું હતું. જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘાયલોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુલતાનપુર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તમામ ઘાયલોને ભોપાલ એઈમ્સ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

Advertisement

હોશંગાબાદથીથી આવી હતી જાન
જણાવવામાં આવી રહ્યું છે કે હોશંગાબાદથી પિપરિયા ગામમાં એક લગ્નની જાન આવી હતી અને અહીં ઊભી હતી. આ દરમિયાન એક ઝડપી ડમ્પર બેકાબુ થઈને લગ્નના વરઘોડામાં ઘુસી ગયું હતું.જેમાં 6 લોકોનું કમકમાટીભર્યું મોત થયા છે.

Advertisement

મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત
કલેક્ટર અરવિંદ દુબેએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મોહન યાદવે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

Advertisement

રવિવારે રાયસેનમાં ટેન્કર અકસ્માત સર્જાયો હતો
આ પહેલા રવિવારના રોજ રાયસેન જિલ્લામાં ગેસ ટેન્કર ખાડામાં પડ્યા બાદ એક વાહનમાં આગ લાગી હતી. આ ઘટનામાં ટેન્કરનો ચાલક અને મદદનીશ દાઝી ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત સુલ્તાનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભોપાલ-જબલપુર હાઈવે પર બપોરે 3.30 વાગ્યે થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement