For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રાજકોટની આગ શાંત નથી થઈ ત્યાં દિલ્હીની હોસ્પિટલમાં આગ લાગતાં 6 માસૂમ બાળકો જીવતા ભડથું

11:44 AM May 26, 2024 IST | V D
રાજકોટની આગ શાંત નથી થઈ ત્યાં દિલ્હીની હોસ્પિટલમાં આગ લાગતાં 6 માસૂમ બાળકો જીવતા ભડથું

Delhi Fire News: દેશની રાજધાની દિલ્હીના શાહદરાના વિવેક વિહાર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક બેબી કેર સેન્ટરમાં આગ લાગી હતી. આગમાંથી 12 બાળકોને બચાવી લેવાયા હતા. જે 12 નવજાત શિશુઓને બચાવી લેવામાં આવ્યા હતા તેમાંથી 6ના સારવાર દરમિયાન(Delhi Fire News) મોત થયા હતા. જ્યારે એક નવજાતનું મૃત્યુ પહેલા જ થઈ ગયું હતું.

Advertisement

સારવાર દરમિયાન છના મોત
અધિકારીઓએ જણાવ્યું કે ઈમારતમાંથી 12 નવજાત શિશુઓને બચાવી લેવાયા હતા પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન છના મોત થયા હતા. જ્યારે એક બાળકને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. પાંચ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી એકની હાલત પણ નાજુક છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Advertisement

એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યું
મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે લગભગ 11:32 વાગ્યે દિલ્હીના શાહદરા વિસ્તારમાં IIT બ્લોક બી, વિવેક વિહાર સ્થિત બેબી કેર સેન્ટરમાં આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર બાળ સંભાળ કેન્દ્રમાં બાળકો અને સ્ટાફ હાજર હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને બિલ્ડિંગમાં ફસાયેલા સ્ટાફ અને નવજાતને બચાવવાનું શરૂ કર્યું હતું. મોડી રાત સુધીમાં તમામને બચાવી લેવાયા હતા. એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યું હતું. જ્યારે બચાવી લેવાયેલા 12 નવજાત બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન છ નવજાત બાળકોના મોત થયા હતા.

Advertisement

ફાયર વિભાગના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર સહિત ત્રણ માળની ઈમારત સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી એક વાન પણ સંપૂર્ણપણે બળી ગઈ હતી. ઘટનાસ્થળે ધમાલ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

Advertisement

મકાનની પાછળની બારીઓ તોડીને નવજાત બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા
શાહદરા જિલ્લાના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગતાની સાથે જ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. ઘોંઘાટ વચ્ચે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. થોડી જ વારમાં આગ ઉપરના માળે લપેટમાં આવી હતી.પોલીસ અને ફાયર વિભાગની સાથે આસપાસના લોકોએ બિલ્ડિંગની પાછળની બારી તોડી નાખી અને એક પછી એક નવજાત બાળકોને બહાર કાઢ્યા.

એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યું હતું. જ્યારે બચાવાયેલા તમામ નવજાત બાળકોને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન છ નવજાત બાળકોના મોત નિપજ્યા હતા. પાંચની હાલત નાજુક છે. સાતેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જીટીબી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલના માલિક નવીન કીચી નિવાસી 258, ભરોન એન્ક્લેવ, પશ્ચિમ વિહાર, દિલ્હી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement
Advertisement