For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરીને પરત ફરી રહેલા મિત્રોનો ગમખ્વાર અકસ્માત- કાર ડિવાઈડર સાથે અથડાતાં 6 મિત્રોના એકસાથે મોત...

12:25 PM Jan 01, 2024 IST | V D
ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરીને પરત ફરી રહેલા મિત્રોનો ગમખ્વાર અકસ્માત  કાર ડિવાઈડર સાથે અથડાતાં 6 મિત્રોના એકસાથે મોત

Jamshedpur Road Accident: નવા વર્ષના પહેલા જ દિવસે ઝારખંડના જમશેદપુરથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં બિસ્તુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં રાઉન્ડ અબાઉટ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ મિત્રોના મોત થઇ હોવાની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, એક ઝડપી અનિયંત્રિત કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને પછી ઝાડ સાથે અથડાઈ ત્યારબાદ પલટી ગઈ હતી. આ અકસ્માત( Jamshedpur Road Accident )માં કારમાં મુસાફરી કરી રહેલા છ યુવકોના મોત થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો અને તેને સાંભળીને આસપાસના લોકો ઘરની બહાર આવી ગયા હતા અને લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.

Advertisement

6 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો
સ્થાનિક લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને પોતાની કસ્ટડીમાં લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જે બાદ તેમાં રહેલા ઘાયલોને બહાર કાઢ્યા હતા.તેમજ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

કારમાં બેઠેલા તમામ યુવકો દારૂના નશામાં હતા
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે,ન્યૂ યર સેલિબ્રેટ કરીને હોટલમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. રિપોર્ટ અનુસાર કારમાં બેઠેલા તમામ યુવકો દારૂના નશામાં હતા.ત્યારે આ અકસ્માતની ઘટના બનતા તે જ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કારમાંથી મૃતદેહને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ તમામ છ મૃતકો આરઆઈટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલપ્તંગાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

2 મિત્રોના જીવ બચ્યા
આ ઘટનામાં ઘાયલ રવિશંકરના પિતા સુનીલ ઝાએ જણાવ્યું કે આ અકસ્માતમાં 6 યુવકોના મોત થયા છે પરંતુ તેમના પુત્રની હાલત હાલમાં સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે. વાહનમાં આ અકસ્માત થયો તેમાં કુલ 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 2 યુવકોના જીવ બચી ગયા હતા.

Advertisement

Tags :
Advertisement
Advertisement