For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આ યોજનામાં અભ્યાસ કરતી દીકરીઓને સરકાર દ્રારા અપાય છે 50,000ની સહાય; જાણો એપ્લાય માટે જોઇશે આટલાં ડોક્યુમેન્ટ્સ

05:57 PM Jun 26, 2024 IST | Drashti Parmar
આ યોજનામાં અભ્યાસ કરતી દીકરીઓને સરકાર દ્રારા અપાય છે 50 000ની સહાય  જાણો એપ્લાય માટે જોઇશે આટલાં ડોક્યુમેન્ટ્સ

Namo Lakshmi Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે અનેક યોજનાઓ શરુ કરવામાં આવી છે. જેથી કે દીકરી અભ્યાસ કરી શકે છે અને દીકરીના માતાપિતાને આર્થિક સપોર્ટ મળી રહે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 2024માં દીકરીઓ માટે નામો લક્ષ્મી યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા માધ્યમ વર્ગની વિધાર્થીનીઓને મળશે.નમો લક્ષ્મી યોજના(Namo Lakshmi Yojana 2024) હેઠળ દર વર્ષે ધોરણ 9 થી ધોરણ 12 સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ₹10000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11મા અને 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને ₹15000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ ₹ 50000 ની શિષ્યવૃત્તિ મળશે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે નબળા અને માધ્યમ વર્ગની દીકરીઓને શિક્ષણ અંગે પ્રોત્સાહન આપવા માટે અ યોજના શરુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના ગુજરાત માટે ₹1250 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ યોજના થકી નબળા અને મધ્યમ વર્ગની દીકરીઓ કોઇપણ આર્થિક ચિંતા વગર પોતાનો અભ્યાસ ચાલુ રાખશે. આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર તેમને સારું શિક્ષણ આપવાનો જ નથી પરંતુ તેમને આત્મનિર્ભર બનાવવાનો પણ છે જેથી તેઓ દેશના વિકાસમાં ભૂમિકા ભજવી શકે અને પોતાનું સારું ભવિષ્ય બનાવી શકે.

Advertisement

નમો લક્ષ્મી યોજનાના ફાયદા

Advertisement

  • નમો લક્ષ્મી યોજના માટે નાણાકીય બજેટ 2024-2025માં 1250 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
  • નમો લક્ષ્મી યોજના દ્વારા ધોરણ 9 થી ધોરણ 12 સુધીની વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવામાં આવશે
  • આ યોજના થકી વિદ્યાર્થીનીઓ 4 વર્ષ સુધી 50,000 રૂપિયાની રકમ આપવામાં આવશે જેથી છોકરીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે.
  • ધોરણ 9 થી ધોરણ 10 સુધી દર વર્ષે 10,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે.
  • ધોરણ 11 થી 12 માં 15000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ સરકારે દર વર્ષે 10 લાખ છોકરીઓને આ યોજનાનો લાભ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

નમો લક્ષ્મી યોજના માટે યોગ્યતા ધરાવતી વિદ્યાર્થીનીઓ

ગુજરાત સરકાર દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક યોગ્યતાઓ નક્કી કરવામાં આવી છે, જેની મદદથી તમે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો. આ યોજનાનો લાભ મેળવા માટે ઉમેદવાર ગુજરાતની રહેવાસી હોવી જરૂરી છે. આ સાથે જ ઉમેદવાર કોઈપણ શાળામાં 9માથી 12મા ધોરણ સુધીમાં અભ્યાસ કરતી હોવી જોઈએ. ઉમેદવારની ઉંમર 13 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને તેની કૌટુંબિક આવક રૂ. 200000 થી વધુ ન હોવી જોઈએ. આ સાથે લાભાર્થી પાસે તેનું આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું ફરજિયાત છે. રાજ્યની તમામ કેટેગરીની વિદ્યાર્થીનીઓ આ યોજના માટે અરજી કરી શકે છે.

Advertisement

આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • ઉમેદવાર એટલે કે વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ
  • વાલીઓનું આધાર કાર્ડ
  • બેંક પાસબૂક
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો ( આવક રૂ. 200000 થી વધુ ન હોવી જોઈએ)
  • બર્થ સર્ટીફિકેટ
  • સ્કુલ છોડ્યાનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
  • જાતિ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
Tags :
Advertisement
Advertisement