For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતના જવેલર્સે 5 હજાર ડાયમંડથી તૈયાર કર્યો અનોખો રામમંદિરનો નેકલેસ, એક હારમાં સમાઈ આખી રામાયણ

11:37 AM Dec 19, 2023 IST | Chandresh
સુરતના જવેલર્સે 5 હજાર ડાયમંડથી તૈયાર કર્યો અનોખો રામમંદિરનો નેકલેસ  એક હારમાં સમાઈ આખી રામાયણ

Surat Businessman Made Ram Mandir Necklace: સુરતમાં જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રામ દરબાર સાથેનો જ્વેલર્સ વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત પછી આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે, આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવી રહી છે. જેને સોના, ચાંદી અને 5,000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરવામાં આવ્યો છે.(Surat Businessman Made Ram Mandir Necklace) નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવામાં આવશે.

Advertisement

Advertisement

22 જાન્યુઆરીએ રામમંદિરનું ઉદઘાટન

અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થતાંની સાથે જ સમગ્ર દેશના રામભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 22 જાન્યુઆરીના રોજ રામમંદિરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવશે તેવી જાહેરાત થતા સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામમંદિર માટે દેશમાં દરેક લોકો પોતાની રીતે કાંઈક ને કાંઈક ભેટ અર્પણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામમંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામમંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે.

Advertisement

નેકલેસ પર તૈયાર થયું રામમંદિર(Ram Mandir Necklace)

સુરતમાં રસેસ જ્વેલર્સના ત્રણ વેપારીઓ દ્વારા નેકલેસ પર રામમંદિર સાથેનો રામ દરબાર તૈયાર કરવામાં આવ્યો છે. આ અનોખા રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂઝટ એક્સ્પો એક્ઝિબિશનમાં મૂકવામાં આવી રહ્યો છે. જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂબ રામમંદિર, રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેનાં ચિત્ર બનાવી પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. જે હાલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

Advertisement

રામ, લક્ષ્મણ ને જાનકીની પ્રતિમા તૈયાર

હાર બનાવનાર વેપારી રોનક ધોડિયાએ જણાવ્યું છે કે, અયોધ્યામાં જે રામમંદિર બનાવવામાં આવી રહ્યું છે અને તેનાથી પ્રેરિત થઈને આ હાર બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારપછી ત્રણેય પાર્ટનર મળી રામમંદિર સાથે રામ દરબારનો સેટ બનાવ્યો હતો. જેમાં હાર પર આબેહૂબ અયોધ્યાનું રામમંદિર તૈયાર કરવામાં આવ્યું છે. તેની સાથે રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા તૈયાર કરી છે અને રામાયણના અધ્યાયનો સૌથી મહત્ત્વનો ભાગ હરણ હતું તે સોનાનું હરણ પણ તૈયાર કર્યું છે. આમ માત્ર હાર નહીં પણ આખો રામ દરબાર તૈયાર કર્યો છે.

40 કારીગરોએ તૈયાર કર્યો હાર

વધુમાં તેઓ જણાવ્યું છે કે, આ હાર સાથેના રામ દરબાર બે કિલોથી વધુ વજનનો છે. જેને સોના, ચાંદી અને અમેરિકન ડાયમંડમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 5000થી વધુ અમેરિકન ડાયમન્ડ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને બનાવવા માટે 30 દિવસ જેટલો સમય લાગ્યો છે. જેની પાછળ જુદા જુદા 40 કારીગરોની મહેનત બાદ તૈયાર થયો છે.

રામાયણના તમામ અધ્યાયો દર્શાવાયા(Ram Mandir Necklace)

જ્વેલર્સ વેપારીએ વધુમાં જણાવ્યું છે કે, રામમંદિર સાથેનો આજે નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં સમગ્ર રામાયણ દર્શાવવામાં આવી રહી છે. રામાયણમાં જે જે પ્રકારના અધ્યાયો આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપતી હોય તેમ હારમાં પ્રતિકૃતિ રૂપે દર્શાવી છે. હારની અંદર જે લટકણ મૂકવામાં આવ્યા છે તેમાં નકશીકામથી રામાયણના પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જે સમગ્ર રામાયણનો સાર પૂરો પાડે છે.

Tags :
Advertisement
Advertisement