Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અમદાવાદમાં લગ્નવિધિ પૂરી થતાં જ ઘરને બદલે જાન પહોંચી હોસ્પિટલમાં: વર-કન્યા સહિત 45 જાનૈયાઓને થયું ફૂડ પૉઇઝનિંગ

12:13 PM Feb 13, 2024 IST | V D

Ahmedabad Food Poisoning: રાજ્યમાં હાલ લગ્નનો માહોલ જામ્યો છે ત્યારે જમણવારમાં ફૂડ પોઇઝનિંગના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.જેમાં અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની(Ahmedabad Food Poisoning) ઘટના બની છે. જેમાં રાજપીપળાના 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયુ છે. ગત મધરાતે જમણવાર બાદ અમદાવાદથી પરત જતી વખતે વર કન્યા સહીત 45થી વધુ લોકોની બસમાં તબિયત લથડી હતી.જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતા.હાલ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની તબિયત સુધારા પર છે.

Advertisement

અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી
રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી. નિકોલમાં વિશાલા લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્કવેટમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જમણવારમાં વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. રાત્રે જાનૈયાઓ સહિતના તમામ લોકોએ ભોજન લીધું હતું. મોડીરાત્રે જ્યારે જાન વિદાય થઈ હતી. જાનૈયાઓને નડિયાદ નજીક ત્યારે 40થી 45 જાનૈયાઓને ઉલટી થવા લાગી હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની અસરના કારણે તમામ જાનૈયાઓને ખૂબ જ ઉલટી અને ઝાડા થવા લાગ્યા હતા.

હાલ આ તમામ દર્દીઓની હાલત સ્થિર
મણિનગરની એલજી હોસ્પિટલમાં ત્રણ મહિલાઓને બે પુરુષને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એલજી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. લીના ડાભીએ જણાવ્યું હતું કે, મોડીરાત્રે ફૂડ પોઈઝનિંગના પાંચ દર્દીઓ દાખલ થયા છે, નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં કારણે તેઓની તબિયત બગડી હતી. હાલ આ તમામ દર્દીઓની હાલત સ્થિર છે.

Advertisement

ત્રણ 108 મારફત તમામને હોસ્પિટલ ખસેડાયા
108ના કર્મચારી ધર્મેન્દ્રભાઈ જાદવે જણાવ્યું હતું કે, આ જાનૈયાઓની બસ રજપીપળા મૂકામે પરત ફરતી હતી. જેમાં જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા ત્રણ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જે તમામની સારવાર ચાલુ છે. તે લોકોએ પંજાબી શાક, ચાઈનીઝ અને હલવો આરોગ્યો હતો.

આમ, જાન લઈને આવેલા તમામ જાનૈયાઓની હાલત બગડી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, વેલકમ ડ્રીંક સાથે દુધની બનાવટનો જ્યુસ અને ગાજરના હલવા સાથેનું ભોજન પિરસાયું હતું. કન્યા પક્ષના લોકોએ પણ આ ભોજન આરોગતા તેઓ પણ આ ફુડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Next Article