For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અગામી બે દિવસ બાદ સાવધાન! ગુજરાતમાં એક બે નહીં પરંતુ 4 સિસ્ટમ સક્રિય; અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહી

10:34 AM May 10, 2024 IST | Chandresh
અગામી બે દિવસ બાદ સાવધાન  ગુજરાતમાં એક બે નહીં પરંતુ 4 સિસ્ટમ સક્રિય  અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહી

Rain forecast by Ambalal Patel: ગુજરાતના વાતાવરણ આવી શકે છે મોટો પલટો. ભર ઉનાળે વાદળો બંધાશે અને વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં આંધી અને તોફાન સાથે વરસાદ વરસે તેવી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની (Rain forecast by Ambalal Patel) આગાહી સામે આવી રહી છે. ભરઉનાળે ગુજરાતમાંમાં માવઠાની આગાહી કરીને ખેડૂતોની ઉંઘ હરામ કરી દેવામાં આવી છે. આજથી બે દિવસ આકરી ગરમી પછી કમોસમી વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દિવસ પછી પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે.

Advertisement

ક્યા રાજ્યોમાં કરવામાં આવી વરસાદની આગાહી
તારીખ 11 થી 13 રમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. તારીખ 11ના રોજ નર્મદા, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 12ના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ વરસી શકે છે. તારીખ 13ના રોજ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદ આગાહી કરવામાં આવી છે.

Advertisement

તારીખ 11ના રોજ રાજ્યના અનેક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહશે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પડી રહી છે.

Advertisement

તો રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 42 થી 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી તો અમદાવાદમાં 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે આવનારા દિવસોમાં હવામાન અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે, હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ રહી છે. અરબસાગર ઉપર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

આંધી સાથે આવશે વરસાદ - અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, તારીખ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. તારીખ 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા પછી ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થઈ શકે છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં આગમી 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ વરસે. તારીખ 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારપછી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

Tags :
Advertisement
Advertisement