For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગોઝારો બન્યો રવિવાર: વટામણ-ધોલેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત; ભાવનગર હાઈવે પર ટ્રકે 7 પદયાત્રીને કચડ્યા

01:27 PM Apr 14, 2024 IST | V D
ગોઝારો બન્યો રવિવાર  વટામણ ધોલેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત  ભાવનગર હાઈવે પર ટ્રકે 7 પદયાત્રીને કચડ્યા

Vataman-Dholera Highway News: આજે રાજ્યમાં એક બાદ એક ગોઝારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે.જેમાં પીપળી-વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારનો કચ્ચરઘાણ નીકળો(Vataman-Dholera Highway News) ગયો હતો.તેમજ આ અકસ્માતમાં 4 લોકોના મોત અને 5 લોકોને ઈજા પહોચી હતી.

Advertisement

4 લોકોના મોત
મળતી માહિતી મુજબ આજે સવારે 6 વાગ્યાના અરસામાં પીપળી-વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ અકસ્માતને પગલે પીપળી, વટામણ, ફેદરા, ધંધુકા એમ ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આજનો રવિવાર લોહિયાળ
વહેલી સવારે પીપળી-વટામણ હાઈવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. સવાર પડતા જ હાઈવે પર લોહીની નદીઓ વહી હતી. પીપળી-વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રક ચાલકે કારને અડફેટે લેતા 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જોકે, ભાવનગર-અમદાવાદ હાઈવે પર પણ અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે, એટલે કહી શકાય કે આજનો રવિવાર લોહિયાળ બન્યો છે. ત્યારે બે કાળમુખી અકસ્માતમાં કુલ 6 લોકોના જીવ ગયા છે.

Advertisement

મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર અર્થે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement