For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, 38 ગામોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી

01:09 PM Mar 16, 2024 IST | Chandresh
ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર  38 ગામોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી

Surendranagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 348 કરોડની યોજનાની (Surendranagar News) વહીવટી મંજૂરી આપી છે. વઢવાણ-મુળી-સાયલા તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદા જળથી ભરાશે.

Advertisement

આ ત્રણ તાલુકાના 38 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો. મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.વઢવાણ, મુળી, સાયલા તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદા જળથી ભરાશે. આ ઉપરાંત 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવા રાજ્ય સરકારનું આયોજન છે.

Advertisement

મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ 38 ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા 348 કરોડની વહીવટી મંજૂરી આપી છે. આ યોજના દ્વારા વઢવાણ,મુળી અને સાયલા ત્રણેય તાલુકાના 38 ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યા રહેતી હોય છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં કેનાલો હજુ પહોચી નથી જેને કારણે ખેડૂતો સિંચાઇનો લાભ મળતો નથી. ખાસ કરીને ઉનાળામાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. પીવાના પાણીની અને વપરાસ માટે પણ પાણી પુરતુ મળતુ ન હતું. જેને કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા ગાંધીનગર સુધી રજુઆતો કરવામાં આવી હતી. સરકાર દ્વારા પણ ખેડૂતોના પાણીના પ્રશ્નને સાંભળી આ મામલે નિરાકરણ લાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ રજુઆત ધ્યાને લઇને રૂ. 348 કરોડની યોજનાને મંજૂરી આપી છે. જેને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હવે પાણીની સમસ્યા દૂર થશે. વઢવાણ, મુળી, સાયલા તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદા જળથી ભરાશે. આ ઉપરાંત 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવા રાજ્ય સરકારનું આયોજન છે.

નોધનીય છે કે, રાજ્યમાં નર્મદા કેનાલ છેવાડાના વિસ્તાર સુધી પહોચી છે. જેના મારફતે ગુજરાતમાં ગામડે ગામડે પાણી પુરુ પાડવામાં આવી રહ્યુ છે. વર્ષો પહેલા રાજ્યના અનેક ગામડા એવા હતા જ્યા પાણી માટે વલખા મારવા પડતા હતા. આજે કેનાલો પહોચતા પીવાના પાણીની સમસ્યા ઉકેલાઇ છે. તેમજ અનેક ગામોમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ બની છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement