For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બગસરા-જેતપુર હાઇવે પર 35 મુસાફર ભરેલી બસે મારી ગુલાંટ: બે મહિલાનાં ઘટનાસ્થળે મોત, 16થી વધુ ઘાયલ

06:53 PM Apr 29, 2024 IST | V D
બગસરા જેતપુર હાઇવે પર 35 મુસાફર ભરેલી બસે મારી ગુલાંટ  બે મહિલાનાં ઘટનાસ્થળે મોત  16થી વધુ ઘાયલ

Bagsara-Jetpur Highway Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. આજે અમરેલીમાં બગસરા-જેતપુર હાઇવે પર મીની બસે પલટી મારી હતી. ખાનગી મીની બસમાં 35 મુસાફરો હતા. જેમાં 15થી વધુ લોકોને નાના-મોટી ઈજા પહોંચી હતી.અકસ્માતની(Bagsara-Jetpur Highway Accident) ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા.

Advertisement

એક બાળકી સહિત બેના મોત નીપજ્યાં
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વિસાવદરના ઇશ્વરીયા ગામના સરપંચ દીકરીના કંકુ પગલા કરવામાં માટે અમરેલી ગયા હતા. કંકુ પગલા કરીને પરત ફરી રહ્યાં હતા એ સમયે બગસરા બાયપાસ નજીક ખાનગી બસ પલટી મારી ગઇ છે. બસમાં 30 જેટલા લોકો સવાર હતા. બસ પલટી જતાં એક બાળકી સહિત બેના મોત નીપજ્યાં હતા. જ્યારે 20થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 10 જેટલા લોકોની હાલત ગંભીર જણાતા જૂનાગઢ અને રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 60 વર્ષીય વૃદ્ધા અને 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું.

Advertisement

16થી વધુ લોકો ઘાયલ
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ અમરેલીથી 35 મુસાફર ભરી શ્યામ ટ્રાવેલ્સની બસ વિસાવદર તરફ જઇ રહી હતી, ત્યારે બગસરા-જેતપુર હાઇવે પર બગસરા શહેરથી ત્રણ કિલોમીટર દૂર બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બસ પલટી ગઇ હતી, જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 16થી વધુ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જયારે ગીતાબેન હરસુખભાઈ રૂડાણી. ઉ.વર્ષ.૬૦,આરતીબેન હિરેનભાઈ ઉ.વર્ષ.૭ આ લોકો મોતને ભેટ્યા હતા.

Advertisement

કંકુપગલાંના પ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા
સ્થાનિકો અને પોલીસ તંત્રએ ઇજાગ્રસ્ત લોકોને 108 અન્ય એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ, બગસરા અને અમરેલીની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માત સર્જાતાં હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો, જેને પોલીસે ખુલ્લો કરાવીને અકસ્માત સર્જનાર ડ્રાઇવરને રાઉન્ડઅપ કર્યો હતો.2 લોકોના મોતના કારણે તેનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement