For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાત ભાવવિભોર: સુરતથી 31000 કિલો ઘી તો વડોદરાથી 1100 કિલોનો દીવો મોકલી રહ્યા છે ભક્તો

02:36 PM Jan 03, 2024 IST | V D
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાત ભાવવિભોર  સુરતથી 31000 કિલો ઘી તો વડોદરાથી 1100 કિલોનો દીવો મોકલી રહ્યા છે ભક્તો

Ayodhya Ram Mandir: વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તા.22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મ સ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ દિવસે નવા બનેલા મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે સુરત શહેરના રામભક્તો દ્વારા રામ મંદિર ખાતે થવા જઈ રહેલા મહાયજ્ઞ માટે 31 હજાર 500 કિલો ‘ઘી’ અયોધ્યા( Ayodhya Ram Mandir ) મોકલવામાં આવશે. 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં થવા જઈ રહેલા 1008 કુંડી હનુમાન મહાયજ્ઞમાં આ ઘીનો ઉપયોગ થશે. સુરતના 200 જેટલા વેપારીઓએ ભેગા મળીને આ કાર્યમાં ભાગ લીધો છે. જેમાં રાજસ્થાનથી સુરતમાં વસેલા કાપડના વેપારીઓનો પણ વિશેષ ફાળો છે.

Advertisement

31 હજાર 500 કિલો ગાયના ઘીનું યોગદાન
અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસિક પ્રસંગ સંપૂર્ણ દેશ માટે ઉત્સવ સમાન બની રહ્યો છે. દેશ-વિદેશમાં વસતા કરોડો ભાવિક ભક્તો પોતાના આરાધ્યદેવને મંદિરમાં વિરાજમાન થતા જોવા માટે ઉત્સુક છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને આહ્વાન કરતા કહ્યું છે, કે પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ સુધી દેશમાં દિવાળી જેવો માહોલ હોવો જોઈએ. ત્યારે દેશના ખૂણે ખૂણેથી રામભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે ભાવ પ્રગટ કરી રહ્યા છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી રામભક્તો અયોધ્યા ખાતે થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાનું યોગદાન નોંધાવી રહ્યા છે.22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. દરમિયાન મહાયજ્ઞને લઇને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાયજ્ઞ માટે સુરતથી 31 હજાર 500 કિલો ગાયના ઘીનું યોગદાન આપવામાં આવશે.

Advertisement

મેરેથોન તૈયારીઓમાં સુરતનો ફાળો
રામ લલ્લાને 22 જાન્યુઆરી, 2024ના અયોધ્યા ખાતે ગર્ભગૃહમાં બેસાડવામાં આવશે. આ સાથે જ રામ લલ્લાના અભિષેકના 5 દિવસ પહેલાથી જ સેવા આપવા માટે ભક્તોની ભીડ ઉમટી પડશે. અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ચાલી રહેલી મેરેથોન તૈયારીઓમાં સુરત પણ ફાળો આપી રહ્યું છે.

Advertisement

ત્રણ મહિનાની મહેનત થકી મોટી રકમનું ફંડ એકત્રિત કર્યું
કાપડ વેપારીઓએ ત્રણ મહિનાની મહેનત થકી મોટી રકમનું ફંડ એકત્રિત કર્યું છે અને તે ફંડ રાજસ્થાન મોકલવામાં આવશે. અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થશે તે સમયે સમગ્ર દેશ સહિત વિદેશમાં રહેતા રામના વહાલા ભક્ત અયોધ્યા પહોંચશે. જેમના માટે અદભુત આયોજન કરાશે. તેમજ રાજસ્થાનથી અયોધ્યા મહાયજ્ઞ માટે ગાયનું શુદ્ધ ઘી મોકલવામાં આવશે. વેપારીઓમાં મહાયજ્ઞની તૈયારીઓને લઇને હરખની હેલી જોવા મળી હતી. તે સાથે આવનારા દિવસોમાં અન્ય ધાર્મિક કાર્યો કરવાની કવાયત સુરત ખાતે પણ જોવા મળશે.

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં લોકો અવનવી ભેટો ભગવાન રામને અર્પણ કરી રહ્યા છે.ત્યારે વડોદરામાં 1100 કિલોનો સ્ટીલનો દીવો તૈયાર કરવામાં આવ્યો છે અને અગરબત્તી 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. અગરબત્તીમાં ગુગળ, કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે. અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગ્યો છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement