For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પોરબંદરના દરિયામાંથી 3132 કિલો ડ્રગ્સ ઝડપાયું: હજારો કરોડના જથ્થા સાથે NCB, નેવી અને ગુજરાત પોલીસે પાંચ ક્રૂ મેમ્બરની કરી ધરપકડ

12:35 PM Feb 28, 2024 IST | V D
પોરબંદરના દરિયામાંથી 3132 કિલો ડ્રગ્સ ઝડપાયું  હજારો કરોડના જથ્થા સાથે ncb  નેવી અને ગુજરાત પોલીસે પાંચ ક્રૂ મેમ્બરની કરી ધરપકડ

Drugs Seized From Porbandar: ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સનો(Drugs Seized From Porbandar) જથ્થો 3100 કિ.ગ્રા. હોવાનું સામે આવ્યું છે જે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો છે. જેની કિંમત રૂ. 2000 કરોડથી વધુ છે. ભારતીય નૌકાદળ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સાથે મળીને મંગળવારે અરબી સમુદ્રમાં ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક ઈરાની બોટને રોકવામાં આવી હતી અને તેના ક્રૂના પાંચ સભ્યોની અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

1 હજાર કરોડથી વધુ ડ્રગ્સ ઝડપાયું:
ચોક્કસ બાતમીના આધારે ગુજરાત એટીએસ, ભારતીય નૌકાદળ અને NCB દ્વારા સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે એક ઈરાની બોટને ચાર ઈરાની ક્રૂ સભ્યો સાથે ઝડપી પાડી છે. જેમાં 1 હજાર કરોડની કિંમતનો અંદાજિત 3132 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. આજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાવાર વિગતો જાહેર કરશે.ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મધ્ય-સમુદ્ર ઓપરેશન દરમિયાન બોટમાંથી ચરસ (હશિશ) સહિત વિવિધ પ્રકારના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ ઝડપાયેલા ક્રૂ મેમ્બરો સાથે બોટને કિનારે લાવવામાં આવી હતી. હજારો કરોડના ડ્રગ્સને આજે પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે વેરાવળ બંદરમાંથી પણ ફિંશિગ બોટમાંથી 300 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું અને આટલા મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ કઈ રીતે આવ્યો તેને મોકલનાર કોણ અને નશાનો કારોબાર કોણ ચલાવી રહ્યું હતું અને શા માટે આટલા મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મંગાવવામાં આવ્યો છે તેને લઈને ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે.

Advertisement

બોટમાં સવાર 5 ક્રુ મેમ્બરની ધરપકડ કરાઈ
ભારતીય સુરક્ષા એજન્સીઓ પકડાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ્સ અને તેમના વિશેની માહિતી એકત્ર કરી રહી છે. ઉદાહરણ તરીકે, ડ્રગ્સ ક્યાં અને કોને મોકલવાના હતા અને ડ્રગ્સ મેળવનાર કોણ હતું, તેમજ અન્ય કેટલા લોકો આ દવાઓ સાથે જોડાયેલા છે. જપ્ત કરાયેલી દવાઓ પર ‘પ્રોડ્યુસ ઓફ પાકિસ્તાન’ લખેલું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં ૩૦૮૯ કિલો ચરસ,૧૫૮ કિલો મેથેમફેટામાઈન,૨૫ કિલો મોરફિનનો સમાવેશ થાય છે.

Advertisement

કેન્દ્રિય ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું,પાઠવ્યા અભિનંદન
રાજ્યના દરિયામાંથી રૂ. 2000 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહએ ટ્વીટ કરી સરકાર અને NCB-Navy ની પીઠ થપથપાવી છે. તેમણે ટ્વીટ કર્યું, PM મોદીના ડ્રગ-મુક્ત ભારતના વિઝનને અનુસરીને, અમારી એજન્સીઓએ આજે દેશમાં ડ્રગ્સની સૌથી મોટી ઓફશોર જપ્તી કરવામાં ભવ્ય સફળતા હાંસલ કરી છે. NCB-Navy દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં, અને ગુજરાત પોલીસ દ્વારા 3132 કિલો ડ્રગ્સનું વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું.આ ઐતિહાસિક સફળતા એ આપણા રાષ્ટ્રને ડ્રગ-મુક્ત બનાવવાની સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ પ્રસંગે હું NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું.”

Advertisement

હર્ષ સંઘવીએ પણ કર્યું ટ્વીટ
ભારતીય નૌકાદળ, ગુજરાત પોલીસ અને NCB દ્વારા સફળ સંયુક્ત ઓપરેશનમાં, ગુજરાતના દરિયાકાંઠેથી આશરે 3,132 કિલો ડ્રગ્સ વહન કરતું એક શંકાસ્પદ જહાજ પકડાયું હતું. પીએમ નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન આ ઓપરેશન ડ્રગ્સ મુક્ત ભારત માટેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તેમની ઉત્કૃષ્ટ રીતે ઓર્કેસ્ટ્રેટેડ ટીમવર્ક માટે સામેલ દરેકને અભિનંદન.

બોટના માલિકએ કર્યા અનેક આ મોટા ખુલાસા
આ મામલે બોટ માલિક જીતુ કુહાડાએ ખુલાસા કરતાં જણાવ્યું હતું કે, તેમની બોટના ટંડેલ ઉપર તેમને શંકા હતી કે તે આવી કોઈ પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરે છે. જેના કારણે તેના ઉપર વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન ગતરાત્રિના નવ વાગ્યાના સુમારે વેરાવળ બંદર ઉપર જ્યારે બોટ આવી ત્યારે એક અજાણી ગાડી વેરાવળ બંદર જેટી પર આવી હતી અને તેમાંથી બે માણસો ઊતર્યા હતા. બોટમાંથી ટંડેલ દ્વારા આપવામાં આવેલું ડ્રગ્સ આ અજાણ્યા ઈસમો તેમની ફોરવ્હીલમાં લઈ ફટાફટ નીકળી ગયા હતા. જેથી અમારા વોચમાં રાખેલા માણસો દ્વારા તેમનો પીછો કરવામાં આવેલ અને વેરાવળ બંદરથી દૂર બે કિલોમીટર આઈડી ચૌહાણ સ્કૂલ પાસે આ વાહનને અમારા માણસોએ ખાતરી કરી તેમની પૂછપરછ કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે, અમને તો ખાલી આ પાર્સલ લેવાનું જ જણાવ્યું હતું.

Tags :
Advertisement
Advertisement