Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

માનસિક રીતે બીમાર દર્દીના પેટમાંથી નીકળી 250 ખીલ્લીઓ અને 35 સિક્કાઓ, જોઈને ડોકટરો પણ રહી ગયાં દંગ

12:21 PM Dec 24, 2023 IST | Dhruvi Patel

Nails came out of the young man's stomach: વર્ધમાન જિલ્લામાં ડોક્ટરોએ ઓપરેશન દ્વારા એક વ્યક્તિના પેટમાંથી 250 ખીલી, 35 સિક્કા અને પથ્થર કાઢ્યા છે. મંગલકોટ(Mangalkot)ના રહેવાસી શેખ મોઇનુદ્દીન(Sheikh Moinuddin) નામના વ્યક્તિના પેટમાં 250 થી વધુ ખીલીઓ(Nails came out of the young man's stomach) 35 સિક્કા જોઈને ડૉક્ટરો પણ દંગ રહી ગયા.

Advertisement

કહેવામાં આવી રહ્યું છે કે, 38 વર્ષીય મોઇનુદ્દીન છેલ્લા 15 વર્ષથી માનસિક રીતે બીમાર છે. બે દિવસ પહેલા પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેને વર્ધમાનના નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ જ્યારે ડોક્ટરોએ તેના પેટનો એક્સ-રે કર્યો તો તેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

જ્યારે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે ડોકટરો તેના પેટમાંથી 250 ખીલી, 35 લોખંડના સિક્કા, મુઠ્ઠીભર નાના પથ્થરો બહાર કાઢ્યા. મંગલકોટના રહેવાસી 38 વર્ષીય શેખ મોઈનુદ્દીન પાંચ ભાઈઓમાં સૌથી નાના છે. તે છેલ્લા 15-16 વર્ષથી માનસિક રીતે બીમાર છે.

Advertisement

વર્ધમાન હોસ્પિટલના સાઇકિયાટ્રિક વોર્ડમાં તેની સારવાર ચાલી રહી છે. પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ મોઇનુદ્દીને શનિવારે સવારથી કંઈ ખાધું ન હતું. બપોરે તેણે એક ગ્લાસ દૂધ સિવાય કંઈ લીધું ન હતું અને આ દરમિયાન તેને ઉલ્ટી થવા લાગી હતી.

Advertisement

મોઇનુદ્દીન પરિવારના સભ્યોને વારંવાર કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેને દુખાવો થઈ રહ્યો છે. મંગળવારે પરિવાર મોઇનુદ્દીનને વર્ધમાન શહેર નજીકના એક ખાનગી નર્સિંગ હોમમાં ડૉક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરની સલાહ મુજબ મોઇનુદ્દીનના એક્સ-રેમાં ખબર પડી કે તેના પેટમાં ઘણી બધી ખીલીઓ છે. પરિવારે દાવો કર્યો હતો કે, નર્સિંગ હોમમાં કહેવામાં આવ્યું હતું કે, મોઇનુદ્દીનના ઓપરેશન માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ થશે પરંતુ પરિવારના સભ્યો આટલા પૈસા ખર્ચવા સક્ષમ ન હતા.

આ પછી બુધવારે સવારે મોઇનુદ્દીનને વર્ધમાનની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ એક્સ-રે કર્યા બાદ તેને એડમિટ કર્યો હતો. ત્યારે તેના પેટમાંથી 250 ખીલી, 35 સિક્કા અને કેટલીક પથરીઓ કાઢવામાં આવી હતી. વર્ધમાન હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તાપસ ઘોષે જણાવ્યું કે તે હાલમાં સ્વસ્થ છે. આ ઓપરેશન વર્ધમાન હોસ્પિટલની અભૂતપૂર્વ સફળતા છે.

Advertisement
Tags :
Next Article