For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ચૂંટણી સમયે હથિયારની હેરાફેરી: મધ્યપ્રદેશ વાયા સૌરાષ્ટ્રની ખાનગી બસ ચલાવતા ડ્રાઇવર પાસેથી મળી 25 પિસ્તોલ, 90 કારતૂસ; 6ની ધરપકડ

11:33 AM Apr 27, 2024 IST | Chandresh
ચૂંટણી સમયે હથિયારની હેરાફેરી  મધ્યપ્રદેશ વાયા સૌરાષ્ટ્રની ખાનગી બસ ચલાવતા ડ્રાઇવર પાસેથી મળી 25 પિસ્તોલ  90 કારતૂસ  6ની ધરપકડ

Gujarat ATS news: ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગેરકાયદેસર હથિયાર રાખવાનો શોખ ધરાવતા લોકો પાસેથી ગુજરાત એટીએસએ 25થી વધુ પિસ્તોલ અને 90 રાઉન્ડ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ હથિયાર મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રાવેલ્સ મારફતે ખાનગી બસનો ડ્રાઇવર લઈને આવી રહ્યો હતો. જેની ધરપકડ (Gujarat ATS news) કરતા તેની પાસેથી પણ હથિયારો મળી આવ્યા છે. આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા હજી આ રેકેટ કયા-કયા જિલ્લાઓમાં ફેલાયેલું છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

સૌરાષ્ટ્રમાંથી ગેરકાયદે હથિયારો મળ્યાં
ગુજરાત એટીએસના ACP હર્ષ ઉપાધ્યાય અને તેમની ટીમને રાજ્યભરમાં ગેરકાયદેસર હથિયાર રાખતા લોકોને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર આજુબાજુ કેટલા લોકો ગેરકાયદેસર હથિયાર રાખતા હોવાના માહિતી મળી હતી. ત્યારપછી ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં પણ આવી હતી. તે દરમિયાન મધ્ય પ્રદેશથી ગુજરાતને ગુજરાતથી મધ્યપ્રદેશ રોજ આવતી જતી બસો ઉપર વોચ રાખવામાં આવતી હતી.

Advertisement

બસચાલકની તપાસમાં 5 પિસ્તોલ, 20 કારતૂસ મળી
તે દરમિયાન એક ટ્રાવેલ્સ બસમાં પોલીસને ખબર પડી કે, આ બસનો ચાલક તેની સાથે હથિયાર લઈને આવી રહ્યો છે. જેથી તેની બસને રોકીને પૂછપરછ કરતા આ વ્યક્તિએ તેનું નામ શિવમ ઉર્ફે શિવા ઇન્દ્રસિંહ ડામોર હવાનું જણાવ્યું છે. તેની તપાસ કરતા બેગમાંથી પાંચ પિસ્તોલ અને 20 કારતૂસ મળી આવી હતી. પોલીસે શિવાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું છે કે, તે બીજા ત્રીજા દિવસે ખંભાળિયાથી મધ્યપ્રદેશ બસ લઈને અવર-જવર કરે છે. આની પહેલા આવી રીતે એક-બે, એક-બે કરીને હથિયારો કેટલાક લોકોને આપી ચુક્યો છે. તેને અલગ-અલગ જિલ્લાના કેટલાક લોકો સાથે સંપર્ક હોવાનું પણ જણાવ્યું છે.

Advertisement

ATSએ હથિયાર ખરીદનારને શોધી કાઢ્યાં
વધુમાં આરોપીએ પૂછપરછમાં જણાવ્યું છે કે, તેણે અલગ-અલગ લોકોને જે હથિયારો આપ્યા છે, તે હથિયારો પણ તે મધ્યપ્રદેશથી લ્લાવી રહ્યો હતો. જેથી પોલીસે તેની તપાસ કરતા અન્ય આરોપીઓ પણ મળી આવ્યાં હતાં. તેમની પાસેથી 20 પિસ્તોલ અને અન્ય કારતૂસો પણ મળી આવતા હાલ ગુજરાત એટીએસએ 25 પિસ્તોલ અને 90 રાઉન્ડ કારતૂસ મળી આવ્યા છે.

પોલીસની ડ્રાઈવમાં હજુ પણ ગેરકાયદે હથિયાર મળી શકે!
ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા હથિયારી લાયસન્સ ધરાવતા લોકો પાસેથી અત્યારે હથિયાર જમા કરી લેવામાં આવ્યા છે. પરંતુ આવા અનેક જગ્યાએ ગેરકાયદેસર હથિયાર લોકો રાખતા હોય છે, તેની કડી ન મળે ત્યાં સુધી લોકોના જીવ પર ક્યાંક ને ક્યાંક ખતરો હોય તેવું લ્લાગી રહ્યું છે. હવે આ પ્રકારે હથિયારો રાખતા લોકોને પકડવા માટે ગુજરાત પોલીસ ડ્રાઇવ ચલાવે તો જ આરોપીઓ અને હથિયારો સામે આવી શકે તેવું લાગે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement