Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

2024 Loksabha Elections Results Live Updates: લોકસભા પરિણામ લાઈવ

10:05 AM Jun 04, 2024 IST | V D

2024 Loksabha Elections Results Live Updates:

Advertisement

લોકસભાની 542 બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ છે.  શરૂઆતી રુઝાન અનુસાર અહિયાં અપડેટ થતું રહેશે:

05:29 PM: હિમાચલ પ્રદેશની મંડી સીટ પર કંગનાં રનૌતની જીત નિર્ણાયક બની રહેશે. આ વચ્ચે મંડીની મહિલાઓને ગીત ગાઈને કંગરના રનૌતે વિજયોત્સવ મનાવ્યો હતો. આ દરમ્યાન કંગનાએ કહ્યું હતું કે, જેણે મંડીનો ભાવ પૂછ્યો હતો. આજે તેને જવાબ મળી ગયો છે.

Advertisement

05:22 PM: રાયબરેલી અને વાયનાડ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીની જીત

05:01 PM: 272ની તડજોડ શરૂ:NDAના નીતીન અને નાયડુના ભરોસે INDIA, અમિત શાહ નડ્ડાના ઘરે પહોંચ્યા, રાજનાથ, બી.એલ.સંતોષ હાજર, બેઠક શરૂ​​​​​

Advertisement

04:58 PM: ઓડિશામાં 24 વર્ષથી સત્તામાં રહેલા પટનાયક શાસનનો અંત:ભાજપ 81 બેઠક પર આગળ; આંધ્રમાં NDAની સરકાર બની રહી છે

04:40 PM: રામમંદિરમાં મોદીને દંડવત ફળ્યા નહીં, અયોધ્યામાં હાર:મોદીને પણ ના મળી 5 લાખની લીડ, માત્ર દોઢ લાખ મતથી જીત્યા; 3 વખતથી સૌથી ઓછી લીડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી સીટ જીતી લીધી છે. જો કે ત્રણ વખતમાં આ તેની સૌથી નાની જીત છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને 1.5 લાખથી વધુ મતોથી હરાવ્યા છે.

04:14 PM: અમેઠીથી ભાજપ નેતા સ્મૃતિ ઈરાની હાર

04:03 PM: કોંગ્રેસના હાથમાંથી સરકી ગઇ અમદાવાદ પશ્ચિમ બેઠક, જંગી વોટથી જીત્યા BJP ઉમેદવાર દિનેશ મકવાણા

04:00 PM: ભરત સુતરિયાની રાજકીય સફર બની મજબૂત, અમરેલીમાં કોંગ્રેસના જેની ઠુમ્મર સામે મેળવી જોરદાર જીત

03:58 PM: વડોદરા બેઠક પર હેમાંગ જોશીએ કોંગ્રેસનો ખેલ પાડી દીધો

03:53 PM: ખેડા બેઠક પર ના ચાલ્યો પંજાનો જાદુ, દેવુસિંહ ચૌહાણની થઇ ભવ્ય જીત; બારડોલી બેઠક પર BJPની જીતની હેટ્રિક, પ્રભુભાઈ વસાવાએ કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને હરાવ્યા

03:29 PM: કચ્છમાં ફરીવાર કમળ ખીલ્યું, ભાજપના વિનોદ ચાવડાએ નિતેષ લાલણને હરાવી મેળવી મોટી જીત

03:00 PM: બનાસકાંઠાથી કોંગી ઉમેદવાર ગેનીબેનનો 15 હજાર મતથી વિજય

02:18 PM: જામનગર સીટ પર પૂનમ માંડમની જીત તરફ છે. પૂનમ માંડમ કોંગ્રેસનાં ઉમેદવારથી 1.94 લાખ મતથી આગળ છે.

01:48 PM: અમરેલીમાં ભાજપની જીત તરફ; અમરેલી સીટ પર ભાજપનાં ભરત સુતરિયાની જીત તરફ છે. ભાજપનાં ભરત સુતરિયા 3.15 લાખ મતથી આગળ

01:40 PM: રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ રૂપાલાને ન નડ્યો, જંગી લીડ સાથે ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાનો વિજય

01:35 PM: જૂનાગઢ ગીર સોમનાથ લોકભા બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપનાં ઉમેદવાર રાજેશ ચૂડાસમાં 125000 મતથી ત્રીજી વખત જીત્યા હતા

01:32 PM: પુરૂષોત્તમ રૂપાલાને 6,63,511 મત અને પરેશ ધાનાણીને 2,75,067 મત મળ્યા; ભાજપ ઉમેદવાર 3,88,444 મતની લીડથી આગળ

01:16 PM: મહેસાણા બેઠક પરથી BJP ઉમેદવાર હરિભાઇ પટેલનો વિજય, કોંગી ઉમેદવાર રામજી ઠાકોરની હાર

12:53 PM: ગાંધીનગર લોકસભા બેઠકનાં ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અમિત શાહની ભવ્ય જીત
ગુજરાતમાં ભાજપનાં ફાળે 3 બેઠકો, દમણ-દીવ માં સર્જાયો મોટો અપસેટ, ઉત્તર ગુજરાતમાં એક સીટ પર ભાજપની જીત

12:27 PM: જૂનાગઢ સીટ ભાજપનાં રાજેશ ચૂડાસમાની જીત નિશ્ચિત છે. રાજેશ ચૂડાસમાં 1.20 લાખ મતથી આગળ છે.

12:12 PM: અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા 96857 મતથી આગળ

11:52 PM: વલસાડ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 1,53,031 હજાર મતોથી આગળ

11:50 PM: રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા 2.50 લાખ મતથી આગળ

11:40 PM: ગાંધીનગર લોકસભા સીટ પર કેન્દ્રીય ગૃહમંત્રી 4 લાખની જંગી લીડથી આગળ

11:37 PM: પાટણ લોકસભા સીટ પર 6 રાઉન્ડનાં અંતે કોંગ્રેસનાં ચંદનજી ઠાકોર 20372 મતથી આગળ ચાલી રહ્યા છે.
પોરબંદર બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ માંડવિયા 2 લાખથી વધુની લીડથી આગળ

11:21 PM: જૂનાગઢ અને જામનગરમાં મતોનું માર્જીન વધ્યું... પૂનમ માડમ 1 લાખથી વધુ અને રાજેશ ચુડાસમાને 80 મતની લીડ; પાટણમાં કોંગ્રેસના ચંદન ઠાકોર આગળ, બનાસકાંઠામાં કાંટાની ટકકર ચાલી રહી છે

11:14 PM: મહારાષ્ટ્રમાં ભાજપને મોટું નુકસાન, 48માંથી 25 બેઠકો પર INDIA ગઠબંધન આગળ; મહારાષ્ટ્રમાં NDA 21 અને મહાવિકાસ અઘાડી 25 સીટો પર આગળ ચાલી રહી છે. બે અપક્ષ ઉમેદવારો લીડમાં છે. NDAઃ ભાજપ 15 અને શિંદે જૂથ 6 બેઠકો પર આગળ છે.

10:28 PM: જૂનાગઢ : રાજેશ ચુડાસમા 35000 મતથી આગળ

10:27 PM: પાટણ : કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10000 મતથી આગળ

Advertisement
Tags :
Next Article