For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વલસાડ/ તિથલ રોડ પર એક કલાકમાં 2 લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ! અચાનક મોત નિપજતા પરિવારમાં છવાયો શોકનો માહોલ

03:27 PM Feb 03, 2024 IST | V D
વલસાડ  તિથલ રોડ પર એક કલાકમાં 2 લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ  અચાનક મોત નિપજતા પરિવારમાં છવાયો શોકનો માહોલ

Heart Attack in Valsad: ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની રહ્યો છે. ગુજરાતનું કોઈ શહેર ભાગ્યે જ બાકી હશે જ્યા હાર્ટ એટેકથી મોત ન થયુ હોય. ગુજરાતમાં ટપોટપ મોતને ભેટી રહ્યા છે લોકો, ખાસ કરીને યુવા વર્ગમાં આવી રહેલો હાર્ટ એટેક ખતરાની ઘંટડી સમાન છે. ત્યારે વલસાડમાં એક જ કલાકમાં બે લોકોના હાર્ટ એટેકથી(Heart Attack in Valsad) મોત થયાના સમાચારથી લોકોમાં ચિંતા પેઠી છે. શહેરમાં એક યુવાન વાત કરતાં કરતાં ઢળી પડ્યો હતો, તો વળી બીજો યુવાન રસ્તા પર ચાલતા ચાલતા મોતને ભેટ્યો હતો.

Advertisement

એક કલાકમાં બે મોત
વલસાડના તિથલ રોડ પર જ રસ્તે ચાલતા એક રાહદારીને હાર્ટ એટેક આવ્યો હતો. સેગવીના રાજેસિંઘે નામના વ્યક્તિ રસ્તે ચાલતા જ ઢળી પડ્યા હતા. તબીબો તેમનો જીવ બચાવી શક્યા ન હતા. બસ આ ઘટનાના એક કલાક બાદ એ જ તિથલ રોડ પર વાત કરી રહેલા એક યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ ચાલતા ચાલતા ઘરેથી નોકરી જવા નીકળ્યા હતા. 30 વર્ષીય જીમીત રાવલ વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જીમીત રાવલ વલસાડ આરટીઓમાં નોકરી કરતા હતા. આમ, તિથલ રોડ પર 500 મીટરના અંતરે હાર્ટ અટેકથી બેના મોતથી ચકચાર મચી ગઈ છે.

Advertisement

તિથલ રોડ ઉપર જ હાર્ટ એટેકનો બીજો બનાવ
વલસાડના તિથલ રોડ ઉપર હાર્ટ એટેકના બીજો બનાવ સામે આવ્યો છે. જેમાં તિથલ રોડના 500 મીટરના અંતરે જ અડધા કલાકમાં બીજો બનાવ સામે આવ્યો છે. વિગતો મુજબ વલસાડ RTOના કર્મચારી ત્રીસ વર્ષીય જીમિત રાવલનું એટેક આવતા મોત થયું છે. તિથલ રોડ પર તેમને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે કસ્તુરબા હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયા હતા.

Advertisement

હાર્ટએટેકથી મોત થવાના આક્ડાઓમાં સતત વધારો
તો બીજી તરફ, સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. હાલમાં જહાંગીરપુરા વિસ્તારના 22 વર્ષીય તેજસ રાઠોડ નામના યુવકને ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતું તેને સારવાર મળે તે પગેલા તબીબે મૃતક જાહેર કર્યા હતા. તેજસ રાઠોડને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement