For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વલસાડમાં ધરમપુર ખાતે સર્જાયો ભયંકર અકસ્માત- 11 મુસાફરોથી ભરેલી રીક્ષા પલટી મારતા 2 ના મોત, 8 લોકો ઘાયલ

12:55 PM Nov 24, 2023 IST | Chandresh
વલસાડમાં ધરમપુર ખાતે સર્જાયો ભયંકર અકસ્માત  11 મુસાફરોથી ભરેલી રીક્ષા પલટી મારતા 2 ના મોત  8 લોકો ઘાયલ

Valsad accident news: રાજ્યમાં અકસ્માતની સંખ્યા સતત vવધી રહી છે. વાહન ચલાવવામાં બેદરકારી, વાહનમાં ખામી, ખરાબ રસ્તા સહિતના અનેક કારણો અકસ્માત પાછળ જવાબદાર બની રહ્યા છે. અકસ્માત ના થાય તે માટે તો ઘણી સલાહ આપવામાં આવે રહી છે, પરંતુ વર્તમાનમાં વધતા કિસ્સાઓ પરથી જણાઈ રહ્યું છે જે આ પગલાઓ કેટલાંક કિસ્સાઓમાં વ્યર્થ સાબિત થઈ રહ્યાં છે. ફરી એક કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના વલસાડથી (Valsad accident news) સામે આવી રહી છે. ધરમપુરના રાજપુરી જંગલ ગામે રિક્ષા પલટી મારી છે.

Advertisement

કમકમાટી ભર્યા અકસ્માતમાં 2ના મોત
ધરમપુરના રાજપુરી જંગલ ગામે રિક્ષા પલટી મારી જતા 11 મુસાફરો ભરેલી રિક્ષા 10 ફુટ ખાડામાં ખાબકી ગઈ હતી. જેમ રિક્ષાએ પલટી મારતા 2 મુસાફરના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જેમાં 8 મુસાફરોને ગંભીર ઈજા પોહચી છે. ઢાળ ઉતરતી વખતે બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, ઘાયલ મુસાફરોને ધરમપુર સરકારી હોસ્પિટલમાં લી જવામાં આવ્યા છે.

Advertisement

રાજકોટમાં અકસ્માતની ઘટના
રાજ્યમાં રોડ અકસ્માતની વધુ એક ધટના રાજકોટમાંથી સામે આવી રહી છે. રાજકોટમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જયો હતો. સાંઢીયા પુલ નજીક ફૂલ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જાયો હતો. પાર્ક કરેલી એક્ટિવા પર બેઠેલી મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને ખુબ ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી. મહિલાને અડફેટે લીધા પછી કાર ડિવાઈડર સાથે ટકરાઈ અને બાદ પલટી મારી હતી. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement