For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ગુજરાત થયું પાણી-પાણી; સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

02:49 PM Jun 25, 2024 IST | V D
મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ગુજરાત થયું પાણી પાણી  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

Rainfall Alert in Gujarat: છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં જમાવટ કરી છે. સોમવારે લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો, તો અમદાવાદમાં પણ ધમાકેદાર બેટિંગ(Rainfall Alert in Gujarat) કરી છે. હવે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળશે. આ સાથે જ આ સપ્તાહની નવી આગાહી આવી ગઈ છે.

Advertisement

ગુજરાતના 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગાના જણાવ્યા અનુસાર આજે જામનગર, દેવભૂમિ દ્વારકા, અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.જો કે ગુજરાતના હવમાન અંગે સાત દિવસની આગાહી આપી છે. તેમણે આજે, મંગળવાર માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, આજે પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આજે આ બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

Advertisement

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી
દમણ, દાદરાનગર હવેલી તથા જૂનાગઢ, અમરેલી,ગીર સોમનાથ તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. સાથે ખેડા, વડોદરા, પંચમહાલ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પાવન સાથે વરસાદ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વડોદરામાં રવિવાર બાદ સોમવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે.

Advertisement

રાજ્યમાં ગાજવીજની ચેતવણી
હવામાન વિભાગે બુધવાર માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.આ સાથે તેમણે જણાવ્યુ કે, આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.તાપી, સાબરકાંઠા, પોરબંદર, મહીસાગર, ખેડા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ભરુચ, ભાવનગર, ગાંધીનગર, નર્મદા, નવસારી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Advertisement

અંબાલાલ પટેલે કરી આ આગાહી
તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે.

Tags :
Advertisement
Advertisement