For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરના પાટડી માર્કેટિંગયાર્ડમાંથી ઝડપાયું 142 મણ નકલી જીરૂ, વરિયાળીને કલર કરીને બનાવ્યું જીરું

02:12 PM Mar 03, 2024 IST | V D
સુરેન્દ્રનગરના પાટડી માર્કેટિંગયાર્ડમાંથી ઝડપાયું 142 મણ નકલી જીરૂ  વરિયાળીને કલર કરીને બનાવ્યું જીરું

Surendranagar fake Cumin: હળવદમાંથી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયા બાદ આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો(Surendranagar fake Cumin) વેપારી જીરામાં કલર વાળી વરિયાળી મિક્સ કરી પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા પકડાઈ ગયો હતો. પાટડી યાર્ડ સતાવાળાઓએ 142 મણ ભેળસેળીયું જીરૂ સીઝ કરી નમૂના લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે હળવદના વેપારીએ ગઈકાલે હળવદ યાર્ડમાં જ આ જીરૂ વેંચતા પકડાયો હતો.

Advertisement

142 મણ ભેળસેળીયું જીરૂ કબ્જે
માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા ધર્મ એન્ટરપ્રાઈઝના સંચાલક દ્વારા ગઈકાલે બુધવારે હળવદ યાર્ડમાં ઊંચા ભાવે વેચતા જીરૂમાં કલરવાળી વરિયાળી મિક્સ કરી બે ઢગલા હરાજીમાં મૂકી હતી. જે અન્ય વેપારીના ધ્યાને આવતા ભાંડો ફૂટતા આ જીરૂ પાટડી માર્કેટિંગ યાર્ડમાં સવારામ ટ્રેડિંગ કંપનીમાં ઉતારતા જ વેપારીએ જીરૂ શંકાસ્પદ લાગતા યાર્ડ સત્તાવાળાઓને જાણ કરી હતી. આથી આ શંકાસ્પદ જીરૂના નમૂના લેવડાવી 142 મણ ભેળસેળીયું જીરૂ કબ્જે કરી કાનૂની કાર્યવાહી કરાઈ હતી.

Advertisement

યાર્ડના સત્તાધિશો શંકાના દાયરામાં
બીજી તરફ હાલમાં માર્કેટિંગ યાર્ડમાં વરિયાળી પ્રતિમણ રૂપિયા 1200થી 1500ના ભાવે વેચવામાં આવે છે, જેની સામે જીરૂ પ્રતિમણ રૂપિયા 4000થી 5100ના ભાવે વેચાતું હોય ભેજાબાજ વેપારીએ વરિયાળીમાં કલર કરી જીરામાં ખપાવવા પ્રયાસ કરતા પાટડી યાર્ડની ઝપટે ચડ્યો હતો. જો કે, હળવદ યાર્ડના સત્તાધિશો શંકાના દાયરામાં આવી ગયા છે.

Advertisement

આ અંગે પાટડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રામજીભાઈ જાદવ અને સેક્રેટરી સાગરભાઈ દેસાઈએ જણાવ્યું કે, હળવદના વેપારી ખેડૂતોના નામે પાટડી એપીએમસીમાં અંદાજે સાતેક લાખનું નકલી જીરૂ વેચતા ઝડપાઈ જતા હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement