For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રાજકોટ-પડધરી હાઇવેમાં રેસ પર જુગાર રમતા 14 યુવકોની ધરપકડ, 3 હજારમાં જિંદગીને દાવ પર લગાડતા

06:10 PM Jan 05, 2024 IST | V D
રાજકોટ પડધરી હાઇવેમાં રેસ પર જુગાર રમતા 14 યુવકોની ધરપકડ  3 હજારમાં જિંદગીને દાવ પર લગાડતા

Rajkot-Paddhari Highway: હાલના સમયમાં અકસ્માત તેમજ હિટ એન્ડ રનની ઘટનામાં નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે.તેમ છતાં અમુક અસામાજિક તત્વો જાણે કે ના સુધરવાનું નક્કી કર્યું હોઈ તેમ વાહનો હંકારે છે.ત્યારે રાજકોટ-પડધરી હાઇવે( Rajkot-Paddhari Highway ) પર રિક્ષા સહિતના વાહનોની રેસ લગાવી કેટલાક શખ્સો જુગાર રમતા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે.વાહનોની રેસ પર જુગાર રમતાં મોત સે દોસ્તી નામના ગ્રૂપના 14 શખ્સને પોલીસે ઝડપી લીધા છે.પડધરી પોલીસ મથકના પીએસઆઇ સહિતનો સ્ટાફ જામનગર હાઇવે પર પેટ્રોલિંગમાં હતો. ત્યારે તરઘડી ગામ પાસે કેટલાક શખ્સોનું ટોળું જોવા મળતા તુરંત ત્યાં દોડી ગયા હતા. તપાસ કરતા તેઓ વાહનની રેસ પર પૈસા લગાડી જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આ આરોપીઓની પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ
પોલીસે રાજકોટના રૈયાધારના વિશાલ વિશુ વાઘેલા, મહેન્દ્ર કેશુ કલાડિયા, રાજુ રઘુ અલગોતર, કિટીપરાના રોહિત મના સોલંકી, કૌશિક ઉર્ફે દેવો કાલુ કુવરિયા, કિસાનપરાના ગૌતમ પ્રવીણ મકવાણા, શિવપરાના વસીમ શબીર કાદરી, મોરબી રોડ પર રહેતા યોગેશ કાનજી ચૌહાણ, ભગવતીપરાના સોહિલ ઉર્ફે ભોલો અરૂણ પરમાર, સાધુવાસવાણી રોડ પર રહેતા ધર્મેશ મનસુખ રાઠોડ, ધર્મરાજપાર્કના પ્રભાત હરિ વાળા, વિજય નારણ સોલંકી, પોપટપરાના અજય દિનેશ સવાસડિયા અને પ્રદીપ રસિક મકવાણાની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

Advertisement

6.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે રોકડા રૂ.42 હજાર, બાઇક, રિક્ષા, કાર સહિત નવ વાહન મળી કુલ રૂ.6.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રૈયાધાર મફતિયાપરામાં રહેતા વિશાલ વાઘેલાની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તે બધા મિત્રો ભેગા મળી મોત સે દોસ્તી નામનું ગ્રૂપ ચલાવીએ છીએ. સમયાંતરે જુદા જુદા હાઇવે પર વાહનોની રેસ પર પૈસા લગાડી જુગાર રમીએ છીએ. ગઇકાલે તરઘડીથી રાજકોટ વચ્ચેની રેસ હતી. જેમાં બંને વાહનમાં રૂ.3-3 હજારનો ભાગ લાગ્યો હતો.

Advertisement

આવા અસામાજિક તત્વોને પોતાના જીવની પડી નથી હોતી.પરંતુ આવા લોકોના કારણે નિર્દોષના ઘરના દિપક બુજાતા વાર નથી લગતી.સરકાર દ્વારા અકસ્માત અંગે જાગૃત કરવામાં આવે છે.કેટલાય અભિયાન બહાર પાડવામાં આવે છે,પરંતુ આવા લોકો તે વાતોને ગણકારતા નથી.તેમજ પોતાના મોઝશોખ માટે બીજાના જીવને જોખમમાં મુકી દે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement