For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

14 વર્ષની તરૂણીને બ્યૂટીપાર્લરના કામની લાલચ આપી દેહવ્યાપારના ધંધામાં ધકેલી- મોલ્લા દંપતી સહિત પાંચની ધરપકડ

04:40 PM Mar 19, 2024 IST | V D
14 વર્ષની તરૂણીને બ્યૂટીપાર્લરના કામની લાલચ આપી દેહવ્યાપારના ધંધામાં ધકેલી  મોલ્લા દંપતી સહિત પાંચની ધરપકડ

Surat News: સુરત પોલીસે માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટની તપાસમાં(Surat News) સામે આવ્યુ્ં કે, બે વિધર્મી દ્વારા હિંદુ ઓખળ ધરીને સગીરાને ફસાવવામાં આવી હતી.જે બાદ તેનું અપહરણ કર્યું હતું અને તેને રાજસ્થાન લઇ જઇ વૈશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી.જે મામલે પોલીસે 6 આરોપીઓને દબોચી લીધા છે અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી
સુરતના અમરોલીમાં દેહ વ્યપાર, માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસની સફળતા મળી છે. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મોનીરાખાતુન અને મોહિમા મુલ્લાએ હિંદુ ઓળખ ધારણ કરીને તરૂણીને બ્લુટી પાર્લરના ધંધામાં રૂ. 25થી 30 હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સાથે રાજસ્થાનના ડેગાણા ખાતેની હોટલમાં લઈ જઈ દેહવિક્રયનો ધંધો કરાવ્યાનો પર્દાફાશ કરી અમરોલી પોલીસે માસ્ટર માઈન્ડ દંપતી સહિત પાંચની ધરપકડ કરી છે.

Advertisement

મેનેજર સલીમ કુરેશીની સાંઠગાંઠમાં ગ્રાહકોએ દુષ્કર્મ કર્યુ હતું
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાપરાભાઠામાં રહેતા યાદવ પરિવારની 14 વર્ષની દીકરી ગત 11મી માર્ચના રોજ લાપતાં થઈ ગઈ હતી. માતાએ આ મામલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કિશોરીને એક મહિલા બ્યૂટી પાર્લરમાં કામ કરવા ગયા બાદ કિશોરી પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો હતો.લાપતા કિશોરીના મોબાઇલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરતાં કિશોરી અને તેને લઇ જનારને શોધી કાઢવામાં આવી હતી. પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી હતી. કિશોરી ને લઇ જનાર જ્યોતિ વાસ્તવમાં મોનીરાખાતુન હોવાનો પર્દાફાશ થયો હતો. 26 વર્ષીય મોનીરાખાતુન પશ્ચિમ બંગાળના સંગ્રામપુરની વતની તથા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડી પાસે રહે છે. બ્યુટી પાર્લરના કામના બહાને તરૂણીને રાજસ્થાનના નાગોર જિલ્લાના ડેગાણા લઈ ગયા હતા. જ્યાં વૃંદાવન હોટલમાં મેનેજર સલીમ કુરેશીની સાંઠગાંઠમાં ગ્રાહકોએ દુષ્કર્મ કર્યુ હતું. મેનેજર સલીમની પૂછપરછમાં હોટલના માલિક ડો. અમીત ચૌધરી છે અને તેઓ ભાડેથી ચલાવે છે. પરંતુ તેની પાસેથી કોઈ ભાડા કરાર કે અન્ય કોઈ પૂરાવા મળ્યા નથી. જ્યારે ઝીનલને રાજસ્થાન લઈ જઈ દેહવિક્રયના ધંધામાં ધકેલનાર સૈદુલ મોલ્લા અને તેની પત્ની મોહીમાએ તેઓના આ ધંધામાં તેમની ઉપર સાહીબ સૈયદ હોવાની કબૂલાત કરી છે. જેથી પોલીસે સાહીબ સૈયદની પણ શોધખોળ હાથ ધરી છે.

Advertisement

અશ્લીલ વિડીયો બનાવાયા
પોતાના ઘરે લઇ ગયા બાદ તે કિશોરીને બ્યુટીપાર્લરનું કામ શીખવાડવાના બદલે ટૂંકા કપડા પહેરાવી અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી તેનો વીડિયો બનાવતી હતી. અહીં મોનીરાખાતુન સાથેની અન્ય એક મહિલાના પતિએ 14 વર્ષની કિશોરી ઉપર બળાત્કાર પણ ગુજાર્યો હતો. બાળકીને ડરાવી ધમકાવી ખાનગી ટ્રાવેલ્સની બસમાં રાજસ્થાન લઇ જવાઇ હતી જ્યાં એક હોટેલમાં રાખી કિશોરી પાસે બળજબરીથી વેશ્યાવૃત્તિ તરફ ધકેલી હતી. બાળકીના ડાન્સનો વીડિયો ગ્રાહકોને બતાવી દેહના સોદા કરાતાં હતાં. પાંચ-છ દિવસમાં તેણીને પંદરથી વધુ હવસખોરોની હવસ સંતોષવા ફરજ પડાઇ હતી.

કિશોરીના દેહના સોદા કરનારની ધરપકડ
કિશોરી એ પોલીસને જણાવ્યું હતું કે તેને 25થી 30 હજાર કમાણી થશે એમ કહી જ્યોતિએ રેલવે સ્ટેશન બોલાવી હતી. સ્ટેશનથી તેણીને પાંડેસરા લઇ જવાઇ હતી. જ્યાં તેણીને રીયાના ટૂંકા કપડાં પહેરાવી ડાન્સ કરાવાયો હતો. જ્યોત્સનાએ જણાવેલી હકીકતના આધારે મોનીરાખાતુનની કડકાઇથી પૂછપરછ કરાઇ હતી. જેમાં બહાર આવેલી માહિતીના આધારે કિશોરીના દેહના સોદા કરનારા હોટેલ સંચાલક સમીર સલીમ કુરેશી, રાહુલ રામસ્વરૂપ ટેલર, આરીફખાન સાદીકખાન ખાનની ધરપકડ કરાઇ હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement