For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મિઝોરમમાં વાવાઝોડાં રેમલે મચાવી ભારે તબાહી; પથ્થરની ખાણ ધસી પડતા 10 લોકોના મોત

12:12 PM May 29, 2024 IST | V D
મિઝોરમમાં વાવાઝોડાં રેમલે મચાવી ભારે તબાહી  પથ્થરની ખાણ ધસી પડતા 10 લોકોના મોત

Mizoram Landslide: મિઝોરમમાં ખાણમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક પથ્થરની ખાણ પડી જવાથી 10 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. જો કે ઘણા મજૂરો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે, તેમને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જે 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે તેમાંથી 6 મિઝોરમના(Mizoram Landslide) નથી. જ્યારે બાકીના મૃતદેહોની ઓળખ થવાની બાકી છે. જે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમાંથી એક મિઝોરમનો અને બીજો બહારગામનો છે.

Advertisement

મિઝોરમની રાજધાની આઈઝોલમાં થયો હતો અકસ્માત
આ અકસ્માત મિઝોરમની રાજધાની આઈઝોલમાં થયો હતો. રામલ ચક્રવાતને કારણે અહીં ઘણી તબાહી જોવા મળી ચૂકી છે. દરમિયાન, મંગળવારે (28 મે) સવારે લગભગ 6 વાગ્યે આઈઝોલની મેલ્થમ અને હલીમેન બોર્ડર પર પથ્થરની ખાણ તૂટી પડી હતી. ખાણ ધરાશાયી થવાને કારણે આસપાસના ઘણા મકાનો પણ ધરાશાયી થયા છે.

Advertisement

મિઝોરમમાં આ પહેલા પણ અકસ્માત થયો છે
બે વર્ષ પહેલા પણ મિઝોરમમાં આવો જ એક અકસ્માત થયો હતો. રાજ્યના હનાથિયાલ જિલ્લામાં 14 નવેમ્બર 2022ના રોજ એક પથ્થરની ખાણ તૂટી પડી હતી. ખાણકામ દરમિયાન ઘણા મોટા પથ્થરો ઉપરથી તૂટીને કામદારો પર પડ્યા, જેના કારણે 12 કામદારો કાટમાળના ઢગલા નીચે દટાયા હતા. આસામ રાઈફલ્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ), સ્થાનિક પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી, ત્યારબાદ ખાણમાં દટાયેલા 28 મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisement

ઘણી જગ્યાએ ભૂસ્ખલન
પીટીઆઈ સાથે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે રામલ વાવાઝોડાને કારણે રાજ્યભરમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જેના કારણે આંતર રાજ્ય ધોરીમાર્ગો પણ ખોરવાયા છે. તેમણે વધુમાં કહ્યું કે હંથરમાં નેશનલ હાઈવે 6 પર ભૂસ્ખલનને કારણે આઈઝોલ દેશથી કપાઈ ગયો છે.

વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો
રેમલ તોફાનને જોતા તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે, આવશ્યક સેવાઓ પ્રદાન કરતા કર્મચારીઓ સિવાય, અન્ય સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. મિઝોરમ ડીજીપીએ જણાવ્યું કે સતત વરસાદને કારણે બહારના વિસ્તારમાં પથ્થરની ખાણ પડી જવાને કારણે 28 લોકોના મોત થયા છે. પોલીસ કર્મચારીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. લોકોને નદીઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement