Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતાં 1નું કમકમાટી ભર્યું મોત, જાણો સમગ્ર મામલો

06:26 PM May 03, 2024 IST | V D

Ahmedabad-Vadodara highway accident: નડિયાદ તાલુકાના ચકલાસી ગામ નજીક કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં ટ્રકની પાછળ બીજો ટ્રક ઘુસી જતા આ ગોઝારો અકસ્માત સર્જાઓ હતો.ત્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જયારે બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવા ગંભીર અકસ્માત(Ahmedabad-Vadodara highway accident) સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત, જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

ટ્રકના કેબીનનો લોચો વળી ગયો
આ અંગે મળતી માહિતી મુજબ,ચકલાસી ગામ પાસેથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે પર એક ટ્રક પસાર થઇ રહ્યો હતો.તે દરમિયાન પાછળથી આવી રહેલી અન્ય ટ્રક તેમની ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રકના કેબીનનો લોચો વળી ગયો હતો અને ટ્રકચાલક કેબીનમાં જ ફસાઈ ગયો હતો.જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ, જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.

એક યુવકનું ઘટનાસ્થળ પર મોત
અકસ્માતની જાણ થતા જ આણંદ ફાયર બિગેડની ટીમ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કટરની મદદથી કેબિનના પતરા કાપવામાં આવ્યા અને કેબિનમાં ફસાયેલ બંને વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ આ અકસ્માત અંગે પોલીસને જાણ કરતા ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રકના કેબીનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢતા તે મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.જે બાદ આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવવામાં આવ્યા હતા.

Advertisement

લાશને પીએમ અર્થે મોકલી
આ અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.ત્યારે પોલીસે સમયસર ઘટનાસ્થળ પર પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો.તેમજ આ અંગે ઘાયલ તથા મૃતકના પરિવારને જાણ કરી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડવવામાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Next Article